કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

ચાર જણા આરોપી

ભલગામની સીમમાં બનેલ બનાવ
એક જ કારખાનામાં ગાડી ભરવા બાબતે બબાલ

વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામના ભરવાડ શખ્સની ગાડી મીતાણા પાસે આવેલ રેકટાઇલ્સ કારખાનામાં ચાલતી હોય અને ત્યાં સામાવાળાની પણ ગાડી ચાલતી હોય ગમતુ ન હોય, ખાર રાખી વાછકપર તથા સરાયા (તા,ટંકારા) તથા બીજા બે અજાણ્યા માણસોએ લાકડીના ધોકા તથા લોખંડના પાઇપથી હાથના કાંડાના ઉપરના ભાગે ફેક્ચર તથા બંન્ને પગના નળાના ભાગે તથા જમણી સાઈડના ખંભાના ભાગે મુંઢ ઇજાઓ કર્યાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનયાણી ગામના રહીશ અને ડ્રાઇવીંગનો ધંધો કરતા ભરતભાઈ હરજીભાઈ વરૂ જાતે-ભરવાડ (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું મારી પીકઅપ ગાડી જેના રજી, નં-GJ-36-V-3776 વાળી જે કારખાનામાં ભરૂ છુ ત્યાં વીજયભાઈ ગમારા રહે-વાછકપર તા,ટંકારા વાળાની ગાડી પણ ચાલતી હોય અમારે ગાડી ભરવા બાબતે અગાઉ પણ બોલાચાલી થયેલ
આ વિજયભાઇનો મને ફોન આવેલ કે તું વાંકાનેર બાઉન્ટ્રી થી આગળ શક્તિ ટી સ્ટોલ પાસે આવજે ત્યાં ગાડી ભરવા બાબતે ચર્ચા કરીશુ આથી હું ત્યાં પહોચેલ તો ત્યાં આ વિજયભાઈ અને બીજો એક અજાણ્યો વ્યક્તિ ઉભો હતો ત્યારે વિજયભાઇએ મને ટેકટાઇલ્સ કારખાનામાં ગાડી ભરવાની ના પડતા અને મેં ઇન્કાર કરતા આ વિજય એકદમ ખારો થઈ મને ગાળો આપવા લાગેલ, મેં ગાળો આપવાની ના પાડતા તેવામાં પાછળથી બે માણસે લાકડાના ધોકાથી મારા બંન્ને પગ ઉપર હુમલો કરેલ તેમાં એક વ્યક્તિ વિપુલ મોતીભાઇ ગમારા રહે-સરાયા તા,ટંકારા વાળો હતો બીજો માણસે મોઢે રૂમાલ બાંધેલ હતો, વિપુલે પાઈપથી મને મારવા જતા મેં મારો જમણો હાથ આડો કરતા કાંડાથી ઉપરના ભાગે વાગેલ, આડેધડ માર મારવા લાગેલ, આજુબાજુ માણસો આવી જતા મને વધુ મારથી બચાવેલ બાદ ધમકી આપેલ કે ‘જો હવે પછી તારી ગાડી કારખાને માલ ભરવા આવી તો તને જાનથી મારી નાખશુ.

આ બધા પોતાની પીકઅપ ગાડીમાં બેસી જતા રહેલ બાદ મને જમણા હાથમા વધારે દુખાવો થતા મેં મારા ભાઈ સાગરને ફોન કરતા મારો ભાઈ સાગર તથા પરેશ ગાડી લઈને આવેલ અને મને ગાડીમાં બેસાડી હોસ્પિટલ કુવાડવા સારવામાં લાવેલ છે..
પોલીસ ખાતાએ (1) વિજયભાઈ બાબુભાઈ ગમારા રહે. વાછકપર, (2) અજાણ્યો ઇસમ (3) વિપુલભાઈ મોતિભાઈ ગમારા રહે. સરાયા અને (4) અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુંન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨),૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩ ૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!