ભાજપનો ભગવો લહેરાયો
21 વિરુદ્ધ 7 મતે પ્રમુખ ચૂંટાયા
ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા
વાંકાનેર: અહીંની નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૨ ના ભાજપ સદસ્ય રમેશભાઈ વશરામભાઇ વોરા અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૫ ના ભાજપ સદસ્ય માધવીબેન દિપકભાઈ દવેની વરણી કરવામાં આવી છે….


આજરોજ યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28 સદસ્યો હાજર રહ્યા હતા, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે રમેશભાઈ વોરાનો પ્રસ્તાવ રજૂ થયો હોય જેને 21 સદસ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે બસપા તરફથી મીનાક્ષીબેન વોરાને 7 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી માધવીબેન દવેની બિનહરીફ વરણી કરવામાં આવી છે….

