મોરબી જિ.પંચાયત પ્રમુખની તા. 23ના ચૂંટણી
વાંકાનેર નગરપાલીકા અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા જાહેર કરાયેલ સામાન્ય સભાની નોટીસની વિગતો મુજબ આગામી તા. ૧૯-૫-૨૦૨૬ના રોજ નગરપાલીકાના સભાખંડમાં આવવતી કાલે સવારે ૧૧/૩૦ કલાકે સામાન્ય સભા મળશે. જેમાં પ્રથમ વાંકાનેર નગરપાલીકાના પ્રમુખની ચુંટણી અઢી વર્ષ માટે હોઇ, નગરપાલીકાનાં કુલ ૨૮ સભ્યો હોઇ જે તમામ સભ્યો નં.પા.ના નવા પ્રમુખની ચુંટણી માટેનું મતદાન કરશે. 



આ સભાખંડના અધ્યક્ષ સ્થાને, વાંકાનેરના પ્રાન્ત અધિકારી અને ચુંટણી અધિકારી વી.ડી. સાકરીયા રહેશે. નગરપાલીકાની ચુંટણી ગઇ તા. ૨૮-૪-૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના ૨૧ સભ્યો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૪ સભ્યો અને બહુજન સમાજ પાર્ટીના ૩ સભ્યો એટલે કે કુલ ૨૮ સભ્યો મતદાન કરશે. જેમાં ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ રોસ્ટર પોઇંટ ૨ મુજબ વાંકાનેર નગર પાલીકામાં પ્રથમ અઢી વર્ષ માટે, પ્રમુખ માટે શેંડયુલ્ડ કાસ્ટ એસ.સી. બેઠકની જોગવાઇ છે. જે ગુજરાત નગરપાલીકા ઠરાવેલી મુદતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ સત્રની અઢી વર્ષની મુદત માટે નગરપાલીકાની પ્રથમ સામાન્ય બેઠક બોલાવવાની હોઇ, જેથી નગરપાલીકાના ચુંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ – ઉપપ્રમુખની ચુંટણી કરવા સારૂ ગુજરાત નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૨ તથા ૩૩ની જોગવાઇ અનુસાર તા.૧૯-૫-૨૦૨૬ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે વાંકાનેર નગરપાલીકાના સભાખંડમાં સામાન્ય બેઠકનું આયોજન થયેલ છે. જેથી ચૂંટાયેલા દરેક સભ્યોને હાજર રહેવા તાકીદ આયોજન કરાઇ છે. પાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ કોણ થશે? એ આવતી કાલે નકકી થશે
મોરબી જિ.પંચાયત પ્રમુખની તા. 23ના ચૂંટણી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ બેઠક આગામી તા. 23/5 ના રોજ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ફોર્મ જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા, રૂમ નં. 104, મોરબી ખાતેથી મેળવવાના રહેશે. અને ઉમેદવારે બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 22/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.
અને ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. 22/5ના રોજ બપોરે 14-00 કલાકે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે તેવું મોરબી જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે…

