કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભેરડા શાળામાં પેવર બ્લોક બનશે

ગ્રાન્ટ આપતા ધારાસભ્યશ્રી

ધો.10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સન્માનિત કરાયા

વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવ કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવાયો હતો.

આ પ્રસંગે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓની સુવિધા અર્થે પેવર બ્લોક નાખવાની જરૂરિયાતને ધ્યાને લઈને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ત્વરિત નિર્ણય કરી સ્થળ પર જ રૂ. 3,00,000/- ની ખાસ ગ્રાન્ટ ફાળવી ગ્રામજનોને મોટી ભેટ આપી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભેરડા ગામના ધો. 10 અને 12 ના ઉત્કૃષ્ટ પરિણામ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ મહાનુભાવોના વરદહસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ હતો અને તેજસ્વી તારલાઓનું આગેવાનોના હસ્તે સન્માન કરાયું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!