કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં બે સ્થળોએથી 'ઈંગ્લીશ' પકડતી પોલીસ

વાંકાનેરમાં બે સ્થળોએથી ‘ઈંગ્લીશ’ પકડતી પોલીસ

કુલ છ આરોપી

રૂપિયા 7625 નો મુદામાલ કબ્જે
ઘુનડા (સ) ગામે જુગારની પોલીસ રેડ

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ આરોપી પરેશભાઈ મનસુખભાઈ ચેોહાણ કુંભાર કુંભારપરા મેઈન રોડ આરોપી પરેશભાઈ મનસુખભાઈ ચેગેહાણ/કુંભાર ઉ.વ-૪૦ ધંધો-ગેરેજ રહે-કુંભારપરા, મેઇન રોડ, વાંકાનેર તથા આરોપી વિક્રમ અજયભાઇ ડોડીયા/રજપુત ઉ.વ-૨૭ ધંધો-નોકરી રહે-પચ્ચીસ વારીયા રાજાવડલા રોડ વાંકાનેર વાળાઓએ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા રાજકોટ રોડ પચ્ચીસ વારિયા પરેશ ઓટો ગેરેજની બાજુમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગલીશ દારૂના (૧) 8 PM SPECIAL PAPE WHISKY કંપની શીલ પેક 180 એમ.એલ. ના ચપલા નંગ-૩૫ કિ.રૂ.૪૭૨૫/- તથા (૨) BLACK JAGUAR PREMIUM WHISKY કંપની શીલ પેક 180 એમ.એલ ના ચપલા નંગ-૨૪ કી.રૂ.૨૪૦૦/-મળી કુલ કિ.રૂ.૭૧૨૫/-નો મુદામાલ રાખી પકડાઈ જઈ તથા આરોપી ઉજબ બ્લોચ રહે-એકતા સોસા.વાંકાનેર તથા આરોપી વિકી ઠાકોર ૨હે-વિશીપરા વાંકાનેર વાળાએ સદરહુ ઇંગલીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી મજકુર આરો પીઓએ એકબીજાની મદદગારી કરી પ્રોહિ એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬-બી, ૮૧ મુજબનો ગુન્હો નોંધાયો છે…

પોલીસ ખાતાના બીજા દરોડામા આરોપી ધર્મજીતસિંહ ઉર્ફે ભોલુ પ્રતાપસિંહ જાડેજા દરબાર પેડક સોસાયટી જડેશ્વર રોડ નાઓએ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના ચપલા (૧) BLACK JAGUAR PREMIUM WHISKY કંપની શીલ પેક 180 એમ.એલ ના ચપલા નંગ-૦૫ કી.રૂ.૫૦૦/-મળી કુલ કિ.રૂ.૫૦૦/-નો મુદામાલ રાતીદેવરી રોડ સ્મશાન પાસે રાખી પકડાઈ જઈ તથા હાજર નહિ મળી આવેલ આરોપી વીકી સેટાણીયા રહે, વીશીપરા, વાંકાનેર વાળો સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી ગયેલ આમ મજકુર આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી પ્રોહિ એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬-બી, ૮૧ મુજબનો ગુન્હો દાખલ થયો છે…
ઘુનડા (સ) ગામે જુગારની પોલીસ રેડ
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘુનડા (સજનપર) ગામે રામજી મંદિર શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વજીર સજરૂદિન બખતરીયા, દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા, ઘનશ્યામભાઈ મોહનભાઈ બાવરવા, મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ, રામભાઈ સનાભાઇ અજાણા અને મહેશભાઈ જયંતીભાઈ ઈથરેસા રહે બધા ઘુનડા સજનપર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!