મલ્હરી તળાવનો પીવાના પાણીના સ્ત્રોત તરીકે વિકાસ કરો
વાંકાનેર: હાલમાં પડી રહેલી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા માથું ઉંચકી રહી છે, જેમાં તાલુકાના કોઠારીયા ગામમાં પીવાના પાણીની તંગી સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે આ જળસંકટને કાયમી ધોરણે દુર કરવા માટે કોઠારીયા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.








આ બાબતે કોઠારીયા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ-લેખિત રજૂઆત કરી ગામની સીમમાં આવેલ મલ્હરી તળાવનો પીવાના પાણીના સ્ત્રોત તરીકે વિકાસ કરી પાણીના સંગ્રહ માટે જીલ્લો કુવો બનાવવા તથા મલ્હરી તળાવથી કોઠારીયા ગામ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખીને વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી ગ્રામજનોને સીધું પીવાનું પાણી મળી રહે અને ઉનાળાની ગરમીમાં પાણી માટે ભટકવું ન પડે….

