કોટડાનાયાણીની સીમમાંથી દેશી દારૂનો આથો 131250 રૂપિયાનો કબ્જે
વાંકાનેર : અહીંની સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામના સ્મશાન પાસે જુગારની મહેફિલ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ આરોપીઓને ઝડપી લીધા હતા જો કે, દરોડા સમયે નાસભાગ મચી જતા એક આરોપી નાસી ગયો હતો.જુગારના પટ્ટમાંથી પોલીસે રૂ.1,09,330 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.






મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામના સ્મશાન પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (1) વિપુલભાઈ ઠાકરશીભાઇ મિરાણી, રહે-ભાટીયા સોસાયટી (2) કાનાભાઇ છેલાભાઈ સરૈયા રહે-હશનપર (3) રમેશભાઈ ધીરૂભાઈ સાટકા રહે- શક્તિપરા હશનપર (4) સુનિલભાઈ શંકરભાઈ સારલા રહે- નવાપરા (5) હર્ષદભાઈ છગનભાઈ સુસરા, રહે- હશનપર અને (6) સાગર ઉર્ફે હડો ભુપતભાઈ ધોળકીયા રહે-મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેર વાળાઓને રોકડા રૂપિયા 1,09,330 સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા સમયે આરોપી હકાભાઈ ઉર્ફે સીંધાભાઈ સતાભાઈ મુંધવા રહે- હસનપર વાળો નાસી જતા પોલીસે સાતેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી નાસી ગયેલા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
કોટડાનાયાણીની સીમમાંથી દેશી દારૂનો આથો 131250 રૂપિયાનો કબ્જે
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે દેશી દારૂ બનાવવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનો આથો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી આરોપી મનસુખ જગસીભાઈ સોલંકી રહે.કોટડાનાયાણીની કબ્જા વાળી જગ્યામાંથી 2250 લીટર આથો કિંમત રૂ.56,250 કબ્જે કરેલ છે અને બીજા દરોડામાં હંસાબેન દિનેશભાઇ સોલંકી પાસેથી 3000 લીટર આથો કિંમત રૂ.75000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

