કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીડી જાંબુડીયામાં જુગાર રમતા છ પકડાયા

વીડી જાંબુડીયામાં જુગાર રમતા છ પકડાયા

રૂપીયા ૧૭,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર: તાલુકાના વીડી જાંબુડીયા ગામમાંથી છ આરોપીઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના લુણસર ઓ,પી વિસ્તારમાં વીડી જાંબુડીયા ગામમાં રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના ઘરની સામે જાહેરમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો નસીબ આધારીત જુગાર રમતા (1) સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.૨૭) રહે, વીડી જાંબુડીયા (2) મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.25) રહે, વીડી જાંબુડીયા (3) રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.23) રહે, માણેકવાડા, તા, હળવદ (4) ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.38) રહે, વીડી જાંબુડીયા, (5) મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.32) રહે, વીડી જાંબુડીયા અને (6) લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.55) રહે, માણેકવાડા તા, હળવદ વાળાને પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે.
કાર્યવાહી આર્મ પો.કોન્સ. વાંકાનેર તાલુકા પો. શક્તિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઈ, ક્રિપાલસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ દિનેશભાઈ બાવળીયા તથા પો.કોન્સ.સામતભાઈ છુછીયા દ્વારા કરવામાં આવી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!