કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રૂપાવટીના 19 વર્ષીય યુવતીનો આપઘાત

રૂપાવટીના 19 વર્ષીય યુવતીનો આપઘાત

ખેતીકામમાં મદદ કરાવવા બાબતે ઠપકો મળ્યો હતો

ઝેરી દવા પી લીધા પછી યુવતી ચારેક દિવસથી સારવાર હેઠળ હતી

વાંકાનેર: ખેતીકામમાં મદદ કરાવવા બાબતે ઠપકો મળતા રૂપાવટીની 19 વર્ષીય છોકરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવા પી લીધા પછી યુવતી ચારેક દિવસથી સારવાર હેઠળ હતી. આજે સવારે રાજકોટ સિવિલમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, ટમુ અરવિંદભાઈ બાવળીયા (ઉંમર વર્ષ 19) રહે. રૂપાવટી ગામ શુક્રવારે રૂપાવટી ગામે પોતાની વાડીએ હતી ત્યારે ખળ બાળવાની ઝેરી દવા પી જતા તેને તત્કાલ કુવાડવાની સર્વોદય હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જ્યાંથી વધુ સારવાર માટે ચોટીલાની આશીર્વાદ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જોકે તબિયત બગડતી જતા ગઈકાલે રવિવારે રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં રીફર કરાઈ હતી. અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ કરાઈ હતી. દરમ્યાન આજે સવારે તેણીનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો. પરિવારે જણાવ્યું કે, ટમુ 4 બહેન અને 2 ભાઈમાં વચેટ હતી. પિતા ખેતી અને ડ્રાઇવિંગ કામ સાથે જોડાયેલ છે. ટમુને ખેતી કામ કરાવવા બાબતે માતા વસંતબેને ઠપકો અપાયો હતો. જે બાબતે લાગી આવતા પગલું ભર્યાનું પરિવારજનો જણાવી રહ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!