કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તાલુકા પોલીસે બે જગાએથી 'ઈંગ્લીશ' પકડયો

તાલુકા પોલીસે બે જગાએથી ‘ઈંગ્લીશ’ પકડયો

રાતાવીરડા, જામસર, સીંધાવદર અને અરણીટીંબાના શખ્સો આરોપી

વાંકાનેર: તાલુકાના રાતાવીરડાનો શખ્સ વિદેશી દારૂ સાથે પકડાયેલ છે, દારૂ આપનાર જામસરના શખ્સનું નામ ખુલેલ છે, બીજા કિસ્સામાં સીંધાવદર શખ્સ પણ મોટર સાયકલ લઈને દારૂ સાથે નીકળતા પોલીસે પકડેલ છે, દારૂ આપનાર અરણીટીંબાના શખ્સનું નામ ખુલેલ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડાના સતીષભાઈ રમેશભાઈ અબાસણીયા (ઉ.19) વિદેશી દારૂની રોયલ સ્ટગ પ્રીમીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેલ બોટલો નંગ-૧૪ કી.રૂ.૯૬૦૪/- નો મુદામાલ સાથે માટેલથી વીરપર જવાના રસ્તે અરમાનો સીરામીક પાસે મળી આવી તેમજ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો આપી જનાર મુકેશભાઈ રહે, જામસર તા,વાંકાનેર વાળો સ્થળ પર હાજર નહી મળી આવી ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરવાનો પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ નોંધેલ છે.

બીજા કિસ્સામાં સીંધાવદર સીંધાવદર કેનાલ પાસે ઝુપડામાં રહેતા વિભાભાઈ રૂપાભાઈ જખાનીયા (ઉ.30) એ પોતાનાં હવાલાવાળું હોન્ડા સાઇન મો,સા, રજી, GJ-36-AQ-5481 વાળુ કિં.રૂ.૪૦,૦૦૦/- વાળામા વિદેશી દારૂના પ્લા.ના. ચપલા નંગ-૦૫ રાખી હેરાફેરી કરતા નીકળતા મળી આવી તેમજ અરણીટીંબાના ભરતસિંહ મેરૂભા દરબારએ ઉપરોક્ત ચપલા નંગ-૦૫ વેચાણથી આપી સ્થળ પર હાજર નહી મળી આવી ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરવાનો પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી કલમ ૬૫(એ), (ઈ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!