‘છોકરી-છોકરાને તેં જ સંતાડેલ છે તે બતાવી દે’
કાકાના દીકરાએ છોકરીને ભગાડી લઇ જઈ લગ્ન કરેલ છે
વાંકાનેર મામલતદાર કચેરીએથી કારમાં અપહરણ કરી દીધલીયાની સીમમાં વાડીએ લઇ ગયા
વાંકાનેર: તાલુકાના કાશીપર ગામે રહેતા યુવાનનું આરોપીની દિકરી ફરિયાદીના કાકાનો દિકરો ભગાડી લઇ જઈ લગ્ન કરેલ હોય જેને ક્યાંક સંતાડીને રાખેલ છે, તેવો શક વહેમ રાખી વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી બળજબરી પુર્વક કારમાં બેસાડી અપહરણ કરી દીધલીયા ગામની સીમમાં લઇ જઈ ઉંધી કુહાડી, લોંખડના સળીયા, પાઈપ, ઢીકાપાટુ મારી ઈજા કરી બાદ કાશીપર ગામે લઇ જતા આ બાબતે કેસ કરશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પ્રાથમિક શાળાની બાજુમાં કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉંમર ૩૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારા કાકા ધરમશીભાઈ તથા તેમની પત્ની મરણ ગયેલ હોય જેથી તેનો દીકરો ભાવેશ મારા મોટાબાપુની પત્ની જમનાબેન ભેગો રહે છે, અને મારા ઘરે જમવા માટે આવે છે આ મારા કાકાનો દીકરો ભાવેશ અમારા ગામના કેશાભાઈ મનજીભાઈ લુંભાણીની દીકરી કાજલબેન સાથે લગ્ન કરી લીધેલ છે જે પંદરેક દિવસ પહેલા બંન્ને વાંકાનેર તાલુકા પો. સ્ટે. ખાતે હાજર થયેલ અને ત્યારબાદ બંન્ને જતા રહેલ ત્યાર બાદ આ કાજલબેનના માતા પિતાએ ભાવેશની ઉંમર ઓછી હોવાનો મામલતદાર કચેરીમાં દાવો કરેલ
તારીખ ૦/૫/૦૨૦૬ ના રોજ ઉંમર ઓછી હોવાના દાવાના કેસમાં મારા કાકાના દીકરા રવજીભાઈને મામલતદાર ઓફિસ ખાતે બોલાવેલ, જેથી તેની સાથે હું તથા મારા કુટુંબીકભાઈ સંજયભાઈ વાંકાનેર મામલતદાર કચેરી ખાતે આવેલ, તે વખતે બપોરના આશરે ત્રણેક વાગ્યે કાજલબેનના પિતા કેશાભાઈ મનજીભાઈ લુભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુભાણી તથા ગોપાલભાઈ કેશાભાઈ લુભાણી મારી પાસે આવી કહેલ કે, ‘છોકરી-છોકરાને તેં જ સંતાડેલ છે તે બતાવી દે નહિતર તને આજે લઈ જવાનો છે, અને મારવાનો છે’ તેમ કહી મને બળજબરીથી પોતાની ફોરવીલ ગાડીમાં બેસાડી દીધેલ જેમાં વિપુલભાઈના પત્ની પહેલેથી જ બેસેલ હતા

બાદ વિપુલભાઈ ગાડી ચલાવી દિઘલીયા ગામની સીમમાં કેશાભાઈની વાડીએ લઈ ગયેલ જ્યાં કેશાભાઈની પત્ની હંસાબેન તથા વાલજીભાઈ માવજીભાઈ લુભાણી હાજર હતા મને ગાડીમાંથી નીચે ઉતારી છોકરો છોકરી વિષે પૂછતા મેં જણાવેલ કે ‘છોકરો છોકરી ક્યાં છે તેની મને ખબર નથી’ જેથી આ કેશાભાઈએ મારા માથાના ભાગે ઊંધી કુહાડી મારેલ, જેથી હું નીચે પડી ગયેલ, હંસાબેને લાકડી તથા ગોપાલભાઈએ લોખંડના સળિયાથી તથા વિપુલભાઈએ લોખંડના પાઈપથી પગના ભાગે તથા શરીરના ભાગે મારેલ અને વાલજીભાઈએ મને ઢીકા પાટુ મારેલ જેથી હું બેભાન જેવો થઈ ગયેલ બાદ વિપુલભાઈ મને ગાડીમાં બેસાડી અમારા ગામમાં પોતાના ઘર પાસે લઈ ગયેલ જ્યાં આ વિપુલભાઈના પિતા કરસનભાઈએ મને કહેલ કે, આ બાબતની પોલીસમાં ફરિયાદ કરીશ તો તારા આખા પરિવારને મારી નાખીશ બાદ મને ગાડીમાંથી ઉતારી ગોપાલ પોતાના બાઈકમાં બેસાડી મારા ઘરની બહાર મને ઉતારી ગયેલ ૧૦૮ માં હું સારવાર વખતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ગયેલ વધુ સારવાર અર્થે મને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ


પોલીસ ખાતાએ (1) કેશાભાઈ મનજીભાઈ લુંભાણી (2) વિપુલભાઈ કરશનભાઈ લુંભાણી (3) ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી (4) વિપુલની પત્નિ (5) હંસાબેન કેશાભાઈ લુંભાણી (6) વાલજીભાઈ માવજીભાઇ લુંભાણી અને (7) કરશનભાઈ લુંભાણી વિરુદ્ધ ગુન્હો બી.એન.એસ કલમ-૧૩૭(૨), ૧૧૮(૧), ૧૧૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી,એકટ કલમ ૧૩૫ મુજબ એકબીજાને ગુનામાં મદદગારી કરી મ્હે,જિલ્લા મેજી.સા, મોરબીના હથિયાર બંધિ જાહેરનામાનો ભંગ અંગેનો નોંધાયો છે, તપાસ એમ. એચ. જાડેજા (એ.એસ.આઇ. વાંકાનેર સીટી પો.સ્ટે) ચલાવી રહ્યા છે…
