ધો.10 માં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે
વાંકાનેર: રામધામના અગ્રણી ટ્રસ્ટી તેમજ વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી અને વ્યાપારી રઘુવંશી અગ્રણી ગિરીશકુમાર પ્રાગજીભાઈ કાનાબારની પૌત્રી કાવ્યાબેન (બંસી)એ જાહેર થયેલ ધો.10ના પરિણામમાં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે આવી 99.02 પીઆર સાથે ફર્સ્ટ આવતા વાંકાનેર લોહાણા સમાજ તથા કાનાબાર પરિવારનું ગૌરવ વધારેલ છે.


આ તકે કાવ્યા (બંસી)ના પિતા કપિલભાઈ ગીરીશભાઈ કાનાબાર તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપરાંત લોહાણા સમાજના અગ્રણી આગેવાનો તથા સ્કુલ શિક્ષક પરિવાર તથા સગા સ્નેહીજનો દ્વારા આશિર્વાદ સાથે અભિનંદન પાઠવવામાં આવેલ હતા. આ વેળાએ વિદ્યાર્થીની કાવ્યા કપિલભાઈ કાનાબાર (સમય ઇન્ડસ્ટ્રીઝ -જડેશ્વર રોડ) ને આગળના અભ્યાસ અર્થે પુછતા તેમને એમબીબીએસ ડોકટર બનવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી.

