કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

ખીજડીયાની ‘કણકોટીયુ’ સીમમાંથી આથો કબ્જે

ગોકુલનગરનો યુવાન ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો

વીરપરના યુવાનને દેશી દારૂ સાથે દબોચતી પોલીસ

વાંકાનેર: તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની પતરાની ઓરડીમાંથી આથો તથા દેશી દારૂ લીટર ૭૦ કુલ કિ રૂ. કિ.રૂ.૭૬, ૫૦૦/- નો પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે. બીજા બનાવમાં વાંકાનેર કે કે શાહ હાઈસ્કૂલ પાસે રોડ પરથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન સાથે ગોકુલનગરનો યુવાન પકડાયો છે, ત્રીજા બનાવમાં વીરપર ગામનો યુવાન દેશી દારૂ સાથે પોલીસ સ્ટાફે પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ નિલેશભાઈ રવજીભાઈ સોલંકીની કબ્જા ભોગવટા વાળી વાડીની પતરાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૨૫૦૦ કિ રૂ.૬૨,૫૦૦/- તથા દેશી દારૂ લીટર ૭૦ કિંમત રૂ.૧૪૦૦૦/-મળી કુલ કિ રૂ. કિ.રૂ.૭૬, ૫૦૦/- ના મુદ્દામાલ રાખી રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫ (ઈ), (એફ) મુજબ નોંધાયો છે….

ગોકુલનગરનો યુવાન ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો:
વાંકાનેર કે કે શાહ હાઈસ્કૂલ પાસે રોડ પરથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૦૧ જેની કિંમત રૂ-૯૬૦ તથા શીલબંધ બીયર ટીન નંગ ૦૨ કિંમત રૂ ૪૬૦ ગણી કુલ કિંમત ૧૪૨૦ ના મુદામાલ સાથે પ્રોહી મુદામાલ સાથે વેચાણ કરવાના આશયથી રાખી રેઈડ દરમ્યાન વનરાજસિંહ શાંતુભા ઝાલા (ઉ.40) રહે. ગોકુલનગર વાંકાનેર હાજર મળી આવતા ગુન્હો પ્રોહી એકટ કલમ ૬૫(એ)(એ)૧૧૬ બી મુજબ નોંધાયો છે….

વીરપરના યુવાનને દેશી દારૂ સાથે દબોચતી પોલીસ:
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ભગવતી હોટલની બાજુમાં જય માતાજી બંધ દુકાન પાસે વીરપર ગામના જયદિપભાઈ રમેશભાઈ દેકાવાડીયા (ઉ.20) પાસેથી પ્લાસ્ટિકના બાચકામાં કોથળીઓ નંગ-૨૪ દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર-૦૬ કિંમત રૂ. ૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!