અમિત સેજપાલનું સાચી દિશાનું કદમ
વાંકાનેર: બની શકે કે ચૂંટણી દરમિયાન ન ધારેલા- ન વિચારેલા કડવા અનુભવો ઉમેદવારને કેટલાક મતદારો માટે થયા હશે, એ ભૂતકાળ હતો, હવે જયારે ચૂંટાયા છે, ત્યારે લોકો વચ્ચે રહી, લોકોના પ્રશ્નો જાણવા- હલ કરવા એ નૈતિક ફરજ બની રહે છે…




આજના ડિજિટલ યુગમાં આ હવે સરળ બની ગયું છે, આ માટે વાંકાનેર વોર્ડ- 6 માં ચૂંટાયેલા અમિત સેજપાલે બનાવેલ વ્યવસ્થા ચૂંટાયેલા નગરપાલિકા/ તાલુકા/ જિલ્લા પંચાયતના સભ્યોએ અપનાવવા જેવી છે, મતદારોની ફરિયાદ કે ચૂંટાણા પછી દેખાતા નથી, આ વ્યવસ્થા જો તમે અપનાવશો તો પછી જડમૂળથી ફરિયાદ નાબૂદ થઇ જશે.
અમિત સેજપાલે પોતાના વોર્ડના મતદારોનું વોટ્સએપમાં એક ગ્રુપ બનાવેલ છે, જેમાં સૌ નાગરિકો પોતાની સમસ્યા લખે છે, લાઈટ, પાણી, સફાઈ વિશેની ફરિયાદ સેજપાલ વાંચી ત્વરિત સંબંધિત કર્મચારીને સૂચના આપી નિવાકરણ લાવવાના પ્રયત્નો કરે છે, અને કામની પ્રગતિની નોંધ પણ વોટ્સએપ ગ્રુપમાં મૂકે છે, મતદારોને આથી સંતોષ થાય છે અને ચૂંટાણા પછી દેખાતા ન હોવાની કોઈ ફરિયાદ રહેતી નથી.
વાંકાનેર શહેર અને તાલુકામાં અન્ય સભ્યોએ આ વ્યવસ્થા અપનાવી છે કે કેમ, એ વિષે માહિતી નથી, પણ જેમણે નથી અપનાવી એમણે અપનાવી લેવી જોઈએ, આ એક સાચી દિશાનું કદમ છે….

