ભાવનગર જિલ્લામાંથી બાઈક ચોરી કરી હોવાનું ખુલ્યું
એક બાળ કિશોર ઉપર મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે
વાંકાનેર: શહેરમાં પગપાળા ચાલીને જતા વૃદ્ધનું પાકીટ ઝૂંટવી ત્રણ બાઈક સવાર ઈસમો ફરાર થયા હતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને લૂંટને અંજામ આપનાર કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરોને ઝડપી લઈને પોલીસે રૂ ૬૮ હજારનો મુદામાલ કબજે લીધો છે




મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડના રહેવાસી હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત તા. ૨૦ ના રોજ સાંજના સવા ચારેક વાગ્યે ચાલીને જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જતા હતા ત્યારે વાંઢા લીમડા ચોક અને લક્ષ્મીપરા ચોક વચ્ચે ત્રણ અજાણ્યા ઈસમો બાઈક લઈને આવ્યા હતા અને વૃદ્ધના હાથમાં રહેલ થેલાની માંગણી કરતા થેલો આપવાની ના પાડી હતી જેથી ઝપાઝપી કરી ફરિયાદી હરીલાલને નીચે પાડી દઈને થેલામાં રહેલ પાકીટમાં રાખેલ આશરે રૂ ૩૦૦૦ તેમજ ઓળખકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ સાથે થેલો ઝૂંટવી નાસી ગયા હતા
વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને ગુનાનો ભેદ ઉકેલી ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને હસ્તગત કરી રોકડ રૂ ૩૦૦૦ તેમજ ૧ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, ૨ મોટરસાયકલ કીમત રૂ ૬૦,૦૦૦ સહીત કુલ રૂ ૬૮ હજારનો મુદામાલ કબ્જે લીધો છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો ભાવનગરના ગારીયાધામ તાલુકાના ભમરીયા ગામ પાસેથી મોટરસાયકલ ચોરી કરી ચોરી કરેલ બાઈકમાં બેસી સીનીયર સીટીઝન અથવા વેપારીઓ જેની પાસે રૂપિયા હોવાની શંકા હોય તેની રેકી કરી ધાક ધમકી આપી રૂપિયા અને અન્ય વસ્તુની લૂંટ ચલાવતા હતા
કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ પૈકી એક બાળ કિશોર ઉપર મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે તો બે બાળ કિશોરો ઉપર રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે લૂંટનો ગુનો નોંધાયેલ હોવાનું ખુલ્યું છે…

