કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઇકને કારે હડફેટે લેતા કાકા-ભત્રીજાના મરણ

બાઇકને કારે હડફેટે લેતા કાકા-ભત્રીજાના મરણ

લુહાર સમાજમાં અરેરાટી

જડેશ્વર દર્શન કરવા જતા હતા
કાકા રર વર્ષના ભત્રીજો ત્રણ વર્ષનો
રાતીદેવરી ગામથી આગળ રામદેવ પીરના મંદીર પાસેની ઘટના

વાંકાનેર: અહીંથી લુહારી કામ સાથે સંકળાયેલા પરિવારો ત્રણ મોટર સાયકલ લઇ જડેશ્વર દર્શન કરવા જતા રાતીદેવરી ગામથી આગળ રામદેવ પીરના મંદીર પાસે એક ફોર વ્હીલ કારે સામેથી ત્રણમાંથી આગળ નીકળી ગયેલા એક ભાઈના મોટર સાયકલ સાથે ભટકાડતા ૨૨ વર્ષનો મોટર સાયકલ ચાલક તથા તેમના ૩ વર્ષના ભત્રીજા ગંભીર ઇજા થતા મરણ ગયાની ઘટના બની છે….

જાણવા મળ્યા મુજબ રહે. હાલ વાંકાનેર સીટી સ્ટેશન રોડ ખીજડીયા એગ્રીકલ્ચર હર્ષદભાઇ ગોહેલના કારખાનામાં મુળ રહે. મધ્યપ્રદેશના સુનીલ લખનલાલ વિશ્વકર્મા જાતે લુહાર (ઉ.વ.૨૪) એ કરેલ ફરીયાદ મુજબ તા. ૧૪/૦૬/૨૦૨૬ ના બપોર પછી પોતે તથા એમના પત્ની રીતુ તથા દીકરી નેહા મોટર સાયકલમાં અને બીજા મોટર સાયકલમાં શુભમ વિશ્વકર્મા તથા હરીકેસ વિશ્વકર્મા અને ત્રીજા મોટર સાયકલ રજી નંબર જી-જે-૦૩-એફ. એ-૩૮૮૮ વાળામાં ફરિયાદીનો ભાઇ દુર્ગેશ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૨) તથા ફરિયાદીનો દીકરો આયરવ ઉર્ફે બસન્ત (ઉ.વ.૦૩ વર્ષ) તથા આકાશ વિશ્વકર્મા બધા વાંકાનેરથી જડેશ્વર મંદીર ખાતે દર્શન કરવા માટે નીકળેલ અને એમનો ભાઇ દુર્ગેશ મોટર સાયકલ લઇ આગળ નીકળી ગયેલ અને વાંકાનેર રાતીદેવરી ગામથી આગળ રામદેવપીરના મંદીર પાસે પહોંચેલ, ત્યારે ફરિયાદીના ભાઈ દુર્ગેશના મોટર સાયકલ સાથે એક ફોરવ્હીલ કાર વાળાએ ભટકાડી અકસ્માત કરેલ

દુર્ગેશ, આયરવ ઉર્ફે બસન્ત તથા આકાશભાઇ રોડ પર પડેલ હતા અને ફરિયાદીના દીકરા આયરવને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને કાંઈ બોલતો ચાલતો ન હતો, ભાઇ દુર્ગેશને પણ ગંભીર ઇજા થયેલ હતી અને આકાશને પણ સામાન્ય ઇજા થયેલ હતી
અકસ્માત સ્થળે અકસ્માત કરેલ ફોર વ્હીલ કાર રજી નંબર જી-જે-૨૧-એ.એચ-૩૪૨૧ વાળી ત્યાં ઉભેલ હતી, અને દીકરા આયરવ ઉર્ફે બસન્તને માથામાંથી લોહી નીકળતુ હોય તેને મોટર સાયકલમાં અને દુર્ગેશ તથા આકાશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલમાં લઇ આવેલ, દીકરા આયરવ ઉર્ફે બસન્તને ડોકટરે મરણ ગયેલનું જાહેર કરેલ
ફરિયાદીના ભાઇ દુર્ગેશને તથા આકાશભાઇને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે વધુ સારવારમાં લઇ ગયેલ જ્યાં દુર્ગેશભાઈ વિશ્વકર્મા મરણ ગયેલ હતા
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહતી ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧),૧૨૫(એ) તથા મોટર વ્હીકલ એકટની-કલમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!