કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મહિલાને રાત્રિના તેના ઘરે ઝેર પાયું

મકતાનપર ગામે મારામારીમાં મહિલાને ઈજા

વાંકાનેર: અહીં હાઇવે ઉપરની ભવાની હોટલ ખાતે રહેતા મહિલાને રાત્રિના તેના ઘરે કોઈના દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યું હોવાની પ્રાથમિક સમાચાર મળ્યા છે, બીજા બનાવમાં મકતાનપર ગામે થયેલ મારામારીના બનાવમાં મહિલાને ઇજા થઇ હતી….

વાંકાનેર હાઇવે ઉપરની ભવાની હોટલ ખાતે રહેતા ઈલાયતીબેન સોલંકી જાતે સિસોદિયા નામની ૪૫ વર્ષીય મહિલાને દશામાઁ ના મંદિર પાસે રાત્રિના દસેક વાગ્યે તેના ઘરે કોઈના દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યું હોવાની પ્રાથમિક સમાચાર મળ્યા છે, જેથી તેણીને મોરબીની સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવની વધુ વિગત મળી નથી 
મકતાનપર ગામે મારામારીમાં મહિલાને ઈજા
બીજા બનાવમાં માટેલ રોડ મકતાનપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ કિંજલબેન જીતેશભાઈ અંબાસીયા નામના ૪૦ વર્ષની મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!