ભાભી જમવાનું ટિફિન લાવવાનું ભૂલી જતા ભરેલ પગલું
વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવતી નાઇટ ડ્યુટી કરીને વહેલી સવારે પરત આવી હોય અને ભૂખ લાગી હતી. તેની ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી. આ વાતનું મનમાં અત્યંત ખોટું લાગી જતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો





મળેલ માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં આવેલા કલરગ્રેનાઇટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતી સાનીયા મદનભાઇ સિંઘ (ઉંમર વર્ષ ર૧) નામની યુવતી ફેક્ટરીમાં નાઇટ ડ્યુટી કરીને વહેલી સવારે લેબર ક્વાર્ટરના રૂમે પરત આવી હોય અને ભૂખ લાગી હતી. આ દરમિયાન તેની સાથે રહેતી તેની ભાભી સુનીબેન કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી. લાંબી ડ્યુટી બાદ ભૂખ તરસથી દુઃખી સાનીયાને આ વાતનું મનમાં અત્યંત ખોટું લાગી જતાં ભાભી સાથે રિસાઈ ગઈ હતી.
આ સામાન્ય રિસામણામાં આવેશમાં આવીને સાનીયાએ પોતાના રૂમની અંદર જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

