કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

માટેલ વચ્ચેથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ ની માંગ

માટેલગ્રામ પંચાયત દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાઈ વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ગામમાં ગામ વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કલેકટરને રજૂઆત કરી છે. શ્રી માટેલ વીરપર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ…

ભાટીયા સોસાયટીમાં થયેલી ચોરીનો આરોપી જામનગરથી ઝડપાયો

થોડા સમય અગાઉ વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાકના એક મકાનમાં એંસી હજાર જેટલી મત્તા ચોરાયાની ફરિયાદ થઇ હતી. જામનગર જિલ્લાના રામપર ગામમાં એક વાડીમાંથી ચોરી થઈ હતી. જે અંગે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી હતી, દરમિયાન મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગર જિલ્લામાં મજૂરી કામ માટે આવેલા વૈસતિયા ભીલસિંગ ડામરા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત સવા લાખની માલમતા મળી આવી હતી, જે કબજે કરી લઈ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ રારૂ કરી હતી. આ દરમિયાન અન્ય ત્રણ સાગરીત મધ્યપ્રદેશના વતની નારસિંગ મીનાવા, જીતનભાઇ જાલીયાભાઈ બામણીયા અને સાલુભાઇ ભીલ પણ જોડાયા હતા. જે તસ્કર ત્રિપુટી હાલ ફરાર થયેલી હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે. દરમિયાન વાંકાનેર હાઇવે રોડ પર સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી 80,000 રૂપિયાની રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. જેથી મોરબી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

ખખાણાનો જયેશ ખૂંટીયાની ઢીંકે ઈજાગ્રસ્ત

રાજકોટ: વાંકાનેરના ખખાણા ગામે રહેતો જયેશ કનૈયાલાલ થોરીયા (ઉ.વ.૧૭) સાંજે ગામમાં ચાલીને જતો હતો, ત્યારે બે ખૂંટીયા બાખડતાં હોઇ તેણે ઢીંકે ચડાવી દેતાં માથા, શરીરે ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તે પોતાના વાડાથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

આરોગ્યનગરમાંથી દારૂની ૨૨૮ બોટલો મળી 

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા ભદુભાઈ માનસુરીયાએ દારૂના વેચાણ માટે દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ત્યાંથી દારૂની ૨૨૮ બોટલો મળી આાવી હતી જેથી કરીને…

વાંકાનેરના પેડકમાંથી અને પંચશિલ સોસાયટીમાંંથી વિદેશી દારૂ ઝડપાયો 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની 97 બોટલ સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવા મંદિર સામે…

જો અચાનક દીપડો સામે આવી જાય તો શું કરવું?

આંખમાં આંખ નાખી જોશો નહીં અને પીઠ દેખાડી ભાગશો નહી  દીપડો મજબૂત શિકારી છે. ઝડપી છે. તેને ગુપ્ત અને એકાંત ગમે છે. છદ્માવરણમાં (છેતરવામાં) હોંશિયાર છે. પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે કરે છે. મુખ્ય માંસાહારી છે. નિશાચર પ્રાણી છે. રાત્રિનો ખેલાડી છે. તેમની મોટી આંખો તેમને…

આયુષ્યમાન ભારત યોજનામાં અપાય છે મફત સારવાર

પાંચ લાખ સુધીની અપાતી મફત સારવાર અને બીજી વિગતો વિશે જાણો  ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે…

વાંકાનેરના સરતાનપર નજીક કન્ટેનર હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ  

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર જીજે – 12 – બિટી – 9298 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મહેશ ગરમસિંહ વીંછીયાભાઈ નામના દાહોદના વતની યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ…

વાંકીયાના તળાવ નજીક વિદેશી દારૂ કબ્જે કરતું પોલીસ ખાતું 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામે તળાવ નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને 228 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામના તળાવ…

Content Copying Forbidden !!

error: Content is protected !!