કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

તિખારો:  ભલગામનો શખ્સ હનીટ્રેપમાં ફસાયો: યુવતીએ અઢી કરોડ માગ્યા

બિભત્સ વિડિઓ ઉતાર્યો: ફરિયાદ થતા ભાવનગર પોલીસે તપાસ ચાલુ કરી         વાંકાનેરના ભલગામનો સંજય નામનો શખ્સ ભાવનગરમાં હનીટ્રેપનો શિકાર બન્યો છે. મિડિયા અને ટીવી અહેવાલો મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થતા ડીવાયએસપી  આર. આર. સિંઘલે તપાસ ચાલુ કરી…

વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

        વાંકાનેર શહેર તેમ જ તાલુકામાં બહોળી સઁખિયામાં વસતા વરિયા પ્રજાપતિ સમાજની બેઠક જ્ઞાતિના અગ્રણીઓ, આગેવાનો, ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી. જેમાં નવા પ્રમુખ – ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરાઈ હતી.         પ્રમુખ તરીકે લલિતભાઈ મનજીભાઇ ધરોડિયા અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ…

કોલ્ડ વેવની આગાહી: આજે ઉત્તરાયણના દિવસે પવન તેજ રહેશે

કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરજો                 ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ…

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના ગ્રીનચોકમા ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી બીજાને આપી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતા આરોપીઓ હનીફભાઈ બચુભાઈ ભટ્ટી (ઉવ.૬૨ ધંધો-નિવૃત રહે.વાંકાનેર સિપાઈશેરી નં-૨ તા.વાંકાનેર), અસલમભાઈ અબ્દુલભાઈ મનસુરી (ઉવ.૫૦ ધંધો-મજુરી…

વાંકાનેરના હેતલ વોરાને ત્રણ ગોલ્ડમેડલ એનાયત થશે

        વાંકાનેર: અહીંની દોશી કોલેજની વિદ્યાર્થીની હેતલ વોરાને 20 મી જાન્યુઆરી 2023ના રોજ ત્રણ ગોલ્ડમેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારંભમાં મહામહિમ રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલો પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ…

દલડી સહ. મંડળીએ અકસ્માતે મૃત્યુ થતા રૂ.10 લાખનો ચેક વારસદારને આપ્યો

વાંકાનેર: દલડી ગામના ખેડૂત ખાતેદાર અને દલડી શુભ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પરમાર હમીર દેવશીભાઈ પોતાની વાડીએ મોટરના બોર્ડમાં કામ કરતા શોક લાગતા તેઓનું તા.16/10/2022ના રોજ અવસાન થયું હતું. જેમનો રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્ક મારફત ગ્રુપ પીએ વીમા પોલિસી…

વાંકાનેર સહિત જિલ્લામાં ખાતરના 10 નમૂના, જં. દવાના 7 અને 11 બિયારણના નમૂના ફેઈલ

17 ખાતર વિક્રેતા, 8 જં. દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને  ગેરરીતિ સબબ નોટિસ ફટકારાઈ         મોરબી જિલ્લામાં ડુપ્લિકેટના આ સમયમાં ખેડૂતો છેતરાઈ નહીં તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત બે સ્ક્વોડ બનાવી જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના…

મોરથળાના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં રકમ ભરવામાં ન આવતા પોલીસ મથકમાં ફરિયાદ         વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જડેશ્વર દાદાના આશીર્વાદ લીધા

સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતીઆપી વાંકાનેર કુવાડવા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજય થયા બાદ તેઓ આજે વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરજતા સુપ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તેના આશીર્વાદ લેવા માટે આવ્યા…

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ

સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!