કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મોરબીમાં ખુટિયાઓનું ખસીકરણ : વાંકાનેરમાં ક્યારે? 

સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે  રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો…

વાંકાનેરથી રાજકોટ જવા માટે એસટીનું ટાઈમટેબલ 

વાંકાનેરથી રાજકોટ જવા માટે 24 કલાકમાં કુલ 47 એસટી જાય છે. જેમાંથી 45 એસટી કુવાડવા ચોકડી થઈને જાય છે. પહેલી બસ સવારના સવા પાંચ વાગે ઉપડે છે, વાંકાનેરથી રાતના આઠ પછી એકેય એસટી રાજકોટ જતી નથી.  5-15 રાજકોટ 5-30 રાજકોટ…

મેસરીયાની વાડીની ઓરડીમાં  છ જુગારી ઝડપાયા 

રાજકોટ/ જુનાગઢની જુગાર રમતી ત્રણ મહિલાનો સમાવેશ  વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને…

વાંકાનેરની મનમંદિર સોસાયટીમાં  અમુબેનનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર શહેરના મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

માટેલ વચ્ચેથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ ની માંગ

માટેલગ્રામ પંચાયત દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાઈ વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ગામમાં ગામ વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કલેકટરને રજૂઆત કરી છે. શ્રી માટેલ વીરપર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ…

ભાટીયા સોસાયટીમાં થયેલી ચોરીનો આરોપી જામનગરથી ઝડપાયો

થોડા સમય અગાઉ વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાકના એક મકાનમાં એંસી હજાર જેટલી મત્તા ચોરાયાની ફરિયાદ થઇ હતી. જામનગર જિલ્લાના રામપર ગામમાં એક વાડીમાંથી ચોરી થઈ હતી. જે અંગે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી હતી, દરમિયાન મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જામનગર જિલ્લામાં મજૂરી કામ માટે આવેલા વૈસતિયા ભીલસિંગ ડામરા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત સવા લાખની માલમતા મળી આવી હતી, જે કબજે કરી લઈ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ રારૂ કરી હતી. આ દરમિયાન અન્ય ત્રણ સાગરીત મધ્યપ્રદેશના વતની નારસિંગ મીનાવા, જીતનભાઇ જાલીયાભાઈ બામણીયા અને સાલુભાઇ ભીલ પણ જોડાયા હતા. જે તસ્કર ત્રિપુટી હાલ ફરાર થયેલી હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે. દરમિયાન વાંકાનેર હાઇવે રોડ પર સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી 80,000 રૂપિયાની રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે. જેથી મોરબી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

ખખાણાનો જયેશ ખૂંટીયાની ઢીંકે ઈજાગ્રસ્ત

રાજકોટ: વાંકાનેરના ખખાણા ગામે રહેતો જયેશ કનૈયાલાલ થોરીયા (ઉ.વ.૧૭) સાંજે ગામમાં ચાલીને જતો હતો, ત્યારે બે ખૂંટીયા બાખડતાં હોઇ તેણે ઢીંકે ચડાવી દેતાં માથા, શરીરે ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તે પોતાના વાડાથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

આરોગ્યનગરમાંથી દારૂની ૨૨૮ બોટલો મળી 

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા ભદુભાઈ માનસુરીયાએ દારૂના વેચાણ માટે દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ત્યાંથી દારૂની ૨૨૮ બોટલો મળી આાવી હતી જેથી કરીને…

વાંકાનેરના પેડકમાંથી અને પંચશિલ સોસાયટીમાંંથી વિદેશી દારૂ ઝડપાયો 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની 97 બોટલ સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવા મંદિર સામે…

Content Copying Forbidden !!

error: Content is protected !!