કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

તાલુકા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની નવા ઢુવા પ્રાથમિક શાળામાં ઉજવણી

વાંકાનેર: ૭૪માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકાના નવાઢુવા ગામની પ્રાથમિક શાળા ખાતે આન,બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયાએ ધ્વજનન કર્યું હતું અને પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું તેઓએ સંબોધનમાં દેશ માટે…

દેશી દારૂ વેંચતા બે આરોપી  ઝડપાયા

વાંકાનેરમાં આરોપી વીજુબેન હરજીભાઇ માથાસુરીયા ઢુવા સીમ,બોફો સીરામીક પાસે રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી ચંપાબેન વેલજીભાઇ ચાડમીયા મિતાણા ગામે મિતાણા વાલાસણ રોડ પુલીયા પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના…

બે વખત ફિંગર પ્રિન્ટ: રેશનિંગ ડેપોવાળાને નવી સમસ્યા

સર્વરના ધાંધિયાના કારણે લાભાર્થીને વિતરણમાં વિલંબથી થતી માથાકૂટ વાંકાનેર સહિત ૨ાજયભ૨માં છેલ્લા કેટલાંક વર્ષોથી ૨ેશનીંગ કાર્ડ ધા૨કોને ફીંગ૨ પ્રિન્ટનાં આધા૨ે અનાજ-ખાંડ-તેલ-દાળ વિગે૨ેનો જથ્થો અપાય છે. લાભાર્થી એક્વા૨ તેનો ફીંગ૨ પ્રિન્ટ આપે એટલે વેપા૨ી દ્વા૨ા લાભાર્થીને તેના જથ્થાનું વિત૨ણ ક૨ાય છે.…

વાંકાનેર વિધાનસભા ક્ષેત્રના શ્રેષ્ઠ બીએલઓ તરીકે તીથવાના નઈમુદિન પરાસરાની પસંદગી

વાંકાનેર તાલુકાના તીથવા ગામની શ્રી પરવેઝનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને તીથવા-૧ બુથના બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા શ્રી નઈમુદિન એમ. પરાસરાની ૬૭- વાંકાનેર વિધાનસભાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે પસંદગી થતા મોરબીની એલ. ઈ.કોલેજના સેમિનાર હોલ ખાતે યોજાયેલ…

રાતીદેવડીના ખેડૂત પર દીપડાનો હુમલા કરવાનો પ્રયાસ 

લોકોમાં ડર ફેલાયો: ફોરેસ્ટ ખાતું યોગ્ય પગલાં ભરે એવી લોકલાગણી છે વાંકાનેર : તાલુકાના રાતીદેવડીના ખેડૂત પોતાની વાડીએ પાવા ગયા હતા ત્યારે ગઈ રાત્રે આઠ વાગ્યેની આસપાસ દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ખેડૂત પોતાના જીવ બચાવીને ભાગ્યો હતો અને પાણીની હોજમાં (અવેળામાં) સંતાઈ ગયા…

વાંકાનેર તાલુકામાં બાવીસ લાખની વીજ ચોરી પકડાઇ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને…

ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે…

પંચાસિયામા ચૂલો સળગાવતા દાઝેલા મહિલાનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગઈકાલે સવારે ચૂલો સળગાવતી વખતે પહેરેલા કપડામાં આગ લાગતા મધુબેન જયંતિભાઈ મકવાણા ઉ.65 નામના મહિલા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

વાંકાનેર, રાજકોટ, અને ગોંડલ ડેપોનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ 

રાજકોટ : આ અંગેની સુત્રોમાંથી મળતી વિગત મુજબ છ ડ્રાઈવર કંડક્ટરો તાજેતરમાં દારૂ પીધેલા અને દારૂની હેરાફેરી સબબ પકડાયા હતા. આ અંગેનો કેસ વિભાગીય નિયામક સમક્ષ ચાલી જતાં તેઓએ આ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે.જયારે અન્ય એક કેસમાં કુવાડવા ગામમાં…

મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બનાવવા શ્રી અમૃતિયાની રજૂઆત 

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!