કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં બે જગ્યાએથી દેશી દારૂ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આરોપી સાયરા ઉમેદભાઇ મહમદભાઇ રાજા લીંબાળાધાર પાસે ગેલેક્ષી સ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી હીંમત ઉર્ફે હીતેષભાઇ લખમણભાઇ ગોગીયા અને આરોપી મહાવીરસિંહ હેમંતસિંહ ઝાલા સેન્સો ચોકડી પાસે…

મોરબીમાં પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી શરૂ

        વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે  ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને…

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે           ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના…

માટેલ રોડ ઉપર કન્વેનર બેલ્ટમાં આવી જતા મજુરનું મોત

        વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન (ઉ.21) નામના યુવાનનું…

હવે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ઘરબેઠા પણ ફરિયાદ નોંધાવી શકો છો

ઓન-લાઇન અરજી કર્યા બાદ માત્ર અરજી રૂબરૂ લેવા માટે બેથી ત્રણ દિવસ પછી આવવાનું રહેશે         અત્યારે ડિજિટલ યુગ છે ત્યારે ફરિયાદ કરવા માટે પણ ગુજરાત સરકારે સગવડતા આપેલ છે. પોલીસ ખાતાના ધક્કા ખાવાથી લોકો બચી શકે છે. પોલીસ રિપોર્ટ…

પ્રેમલગ્ન બાબતે એટ્રોસીટી /મારામારીના કેસમાં નિર્દોષ છુટકારો

કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા જેનો ખાર રાખીને યુવતીના ભાઈઓએ યુવાનના પિતાને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાં હતા જેથી એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ…

મતગણતરી મથકમાં મોબાઇલ સાથે લઇ જવાની મનાઇ

પાસ વગર કોઇને એન્ટી નહીં મળે: મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે         વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે  વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૦૮ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ  થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં…

10 તારીખ પછી માવઠાની શક્યતા: જુનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ કરી આગાહી

અરબી સમુદ્રમાં લો-પ્રેશર એરીયા બનતા વાતાવરણમાં પલટો આવશે: ઘઉં, ચણા, ધાણા, જીરૂ પાકને નુક્શાનની શક્યતા         આગામી દશ ડિસેમ્બર બાદ કેરાળા પાસે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનશે. આથી ઉત્તર, પશ્ચિમ તરફ સાયકલોન સર્ક્યુલેશનમાં ગતિ થશે, અને તેના કારણે આગામી…

અવસાન નોંધ

મૂળ રંગપર (બેલા) ના રહીશ અને હાલમાં પ્રતાપ રોડ એસબીઆઈ બેન્ક સામે સઁઘવી શેરી સામે રહેતા અનિરૂધ્ધસિંહ સજ્જનસિંહ ઝાલાના સુપુત્ર સ્વ. સાગરસિંહનું તારીખ 3-12-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

Content Copying Forbidden !!

error: Content is protected !!