કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર જીઆઇડીસીના મજુરનો તરુણ ગુમ 

વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા જીઆઇડીસીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારનો 11 વર્ષનો તરુણ ગુમ થયો છે.  બનાવની વિગતો જોઈએ તો, મૂળ ઇસ્ટ ચંપારણના વતની અને હાલ વાંકાનેરના નવાપરા GIDCમાં રહેતા લખનકુમાર ગજેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.11) નામનો બાળક ગુમ થયો છે. ગત…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ 

એલ્ડર લાઇન ૧૪૫૬૭, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન ૧૪૫૬૭ ની શરૂઆત તા. ૧૯/૧/૨૨ થી કરવામાં આવેલ છે આ એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર…

તિખારો -વાંકાનેરવાસીઓ સાવધાન ! વિડિઓ કોલમાં અજાણી છોકરી સામે ક્યારેય કપડાં ઉતારશો નહીં !! 

મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપી કપડાં ઉતરાવી વૃદ્ધ પાસેથી અઢી કરોડ પડાવ્યા વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગેંગ રૂપિયા પડાવાનું શરૂ કરે તો પોલીસ ખાતાનો સંપર્ક કરવો  ઘટના વાંચવામાં ખાસ્સો સમય જશે, પણ આજના આ યુગમાં દરેક…

ગુજરાતમાં જંત્રીના ભાવ વધારવાની કવાયત શરૂ

નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તેવી શક્યતા  ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને શુક્રવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ…

ભાજપ યુવા મોરચા દ્વારા સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન 

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે  ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા તા. ૨૩ ને સોમવારે મહા…

મોરબીમાં ખુટિયાઓનું ખસીકરણ : વાંકાનેરમાં ક્યારે? 

સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે  રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો…

વાંકાનેરથી રાજકોટ જવા માટે એસટીનું ટાઈમટેબલ 

વાંકાનેરથી રાજકોટ જવા માટે 24 કલાકમાં કુલ 47 એસટી જાય છે. જેમાંથી 45 એસટી કુવાડવા ચોકડી થઈને જાય છે. પહેલી બસ સવારના સવા પાંચ વાગે ઉપડે છે, વાંકાનેરથી રાતના આઠ પછી એકેય એસટી રાજકોટ જતી નથી.  5-15 રાજકોટ 5-30 રાજકોટ…

મેસરીયાની વાડીની ઓરડીમાં  છ જુગારી ઝડપાયા 

રાજકોટ/ જુનાગઢની જુગાર રમતી ત્રણ મહિલાનો સમાવેશ  વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને…

વાંકાનેરની મનમંદિર સોસાયટીમાં  અમુબેનનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર શહેરના મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયનો whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર: દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો,અરજી, ફરિયાદ સહિતની બાબતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકારી મુખ્યમંત્રી કાર્યાલયના whatsappનંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાની અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધી જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!