કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પૂર્વ ડીડીઓ શ્રેષ્ઠ ડીડીઓ તરીકે સન્માનિત

જે. એસ. પ્રજાપતિની કામગીરીની નોંધ લેવાઈ વાંકાનેર: ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે તા. 29/11/2025 ના રોજ ધરમપુરમાં આયોજિત વાર્ષિક સમારોહમાં, મોરબી જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને હાલના થરાદના કલેકટર જે.…

મહિકાના આયુષ્માન આરોગ્ય મંદિરની જ્વલંત સિદ્ધિ

આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત વાંકાનેર: તાલુકાના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ…

નવાપરામાં નવી પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત

યોજના પાછળ 12 લાખ રૂપિયાના ખર્ચનો અંદાઝ વાંકાનેર: શહેરના સામા કાંઠે વસેલ નવાપરામાં વર્ષો પહેલા નખાયેલ પીવાના પાણીની પાઇપ લાઈન તૂટી- સડી ગયેલ હોઈ નવી લાઈન નાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી, આ વિસ્તારના લોકોની પાઇપ લાઈન બદલવાની માંગણીને અનુલક્ષીને વાંકાનેર…

વાંકાનેર ઉભી રહેતી બે ટ્રેનોના ફેરા લંબાવાયા

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલના…

અરણીટીંબા-પીપળીયા રાજ માર્ગ ડામર કામ શરુ

યોગ્ય ગુણવત્તા જાળવવા જી.પંચા. સદ્સ્યનો અનુરોધ વાંકાનેર: તાલુકાના બે મોટા ગામો અરણીટીંબા અને પીપળીયારાજ ને જોડતા મુખ્ય માર્ગ પર ડામર કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સભ્યશ્રીના પ્રતિનિધિ ઈસ્માઈલ બાદી સ્થળ પર હાજરી આપી કામની માહિતી મેળવી અને યોગ્ય…

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ખાસ કેમ્પો

તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે વાંકાનેરમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી રાજકોટમાં મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) અને તાલુકા પંચાયત કચેરી વાંકાનેર: નાગરિકોની સુવિધા માટે 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના…

બંધારણ દિવસે બંધારણ ઘડવૈયાની પ્રતિમાનું સન્માન

વાંકાનેર: બંધારણ દિવસ હોઇ, સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની કુંભારપરા સ્થિત પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત વાંકાનેર શહેર તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્રષ્ટિગોચર થાય છે.

બાયપાસ રોડનું અઘરું કામ પૂરું કરવા સાંસદની તાકીદ

સાંસદે રાતીદેવરી-પંચાસર પુલના રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવા અંગત રસ દાખવ્યો હતો પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો વાંકાનેર: રાતીદેવરી-પંચાસર બાયપાસ રોડ પર દોઢેક વર્ષ મચ્છુ નદી પર આવેલ મેજર બ્રીજમાં એક ગાળામાં ડેમેજ થવાથી તંત્ર દ્વારા…

લિંબાળાની ધારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

ફોર્મ મેળવવા માટે સંપર્ક કરવો મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્નનું આયોજન વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન-દુલ્હનની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

વાંકાનેર: તા. ૨૬/૧૧/૨૦૨૫, બુધવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ બંધારણનાં આમુખનું વાચન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ બંધારણ દિવસ અંતર્ગત…

Content Copying Forbidden !!

error: Content is protected !!