કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર- મોરબી અને ટંકારામાં છરી અને હથિયારો સાથે પાંચ ઈસમો ઝડપાયા

કુંભારપરાના અસ્લમને ધારદાર છરી સાથે અને ઢુવાના વલ્લભને લોખંડ પાઇપ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો વાંકાનેર, મોરબી અને ટંકારા પંથકમાં છરી તેમજ ધોકા જેવા હથિયારો સાથે ઘૂમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈને હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  એસેઓજી ટીમે વાંકાનેરના…

મિલપ્લોટમા વરલીના આંકડા લેતા વૃદ્ધ ઝડપાયા 

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 880 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

રાણેકપર: સરકારી શાળામાં આજે સર્વરોગ નિદાન કેમ્પ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આજ રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…   આ નિદાન કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ…

સરતાનપર: લોડર હડફેટે યુવાનનું મોત અને બાઈકની ચોરી 

બનાવની વિગતો મુજબ મૂળ બિહારના રહેવાસી મોહમ્મદવકીલ મહોમદઅબ્દુલ રજાકએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસમાંલોડર નંબર GJ 3 EA 8528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દીકરો નસીમુદ્દીન મહમદવકીલ રજાક (ઉ.વ. ૨૩) વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ લેન્ડડેકોર કારખાનામાં મેન્ટેનન્સ…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

મહીકા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલ દર્દીઓએ લાભ લીધો હતો…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-2

કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

દીકરા નું ખૂન થયા બાદ દીકરીનું પણ મોત થતા જાત જલાવી

બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં કેરોસીન છાંટી વૃધ્ધનો આપઘાત  વાંકાનેર : વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા ઉ.70 નામના વૃદ્ધે ગત તા.23 ના રોજ બપોરના સમયે પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!