કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ વ્યાજખોરોનું દુષણ ડામવા પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળો

વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.

ડલબ ટ્રેકના કામના કારણે 12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ

વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ  રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…

પીપળીયા-રાજ સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માતમાં નિધન પામેલ સભાસદના વારસદારને દસ લાખનો ચેક અપાયો 

મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક મેનેજરના પ્રયાસોથી ટૂંક સમયમાં સહાયઅપાતા અભિનંદનના અધિકારી  વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેની સાથે જ આર.ડી.સી. બેંક અને મંડળી દ્વારા ધિરાણ લેતા સભાસદોને દસ…

પંચાસિયા ગામે વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 

ખેલાડીઓની હરરાજી થઈ હતી: ગ્રામજનોનો સારો પ્રતિભાવ મળ્યો  વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગામના યુવાનો દ્વારા વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પંચાસિયા ગામની ચાર ટીમે (ટીમ A , ટીમ B, ટીમ C, ટીમ D) ભાગ લીધો હતો. તેમાંથી ટીમ A…

અમને દિવસે લાઈટ આપો:  રાતીદેવળી ખેડૂતોની માંગ 

વાંકાનેર તાલુકાના રાતીદેવળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીડી અને ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોવાના કારણે અવાર નવાર જંગલી શિકારી પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જતા હોય છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રીના વાડી જતાં પણ‌…

દિવસે ને દિવસે અદાણીની હવા નીકળતી જાય છે, ત્રણ દિવસમાં રૂ. 5.3 લાખ કરોડનું નુકસાન

અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપને ત્રણ દિવસમાં 65 અબજ ડોલર (લગભગ રૂ. 5.3 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગયા બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર…

તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું લઘુમતી સમાજ દ્વારા સન્માન કરાયું 

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ તથા લઘુમતી સમાજ દ્વારા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું કૂલહાર કરીને તેમજ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા, તીથવાના સરપંચ…

વાંકાનેરથી મોરબી એસટીનું ટાઈમ ટેબલ

મોરબીથી વાંકાનેર સવારે સવા છ થી રાતના સાડા આઠ સુધીમાં કુલ 24 વખત એસ ટી જાય છે, જેમાંથી હાઇવે માત્ર 8 રૂટ જ છે. બાકીના રૂટ સજનપર અથવા લજાઈ થઈને જાય છે. હાઉસીંગ વાળી બસ ગેંડા સર્કલથી જ પાછી ફરે…

પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો પાસેથી કન્ડક્ટરે રૂપિયા વસુલ્યા

જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવાર વાંકાનેરના દિવ્યેશ ચાવડાને કન્ડક્ટરનો થયો કડવો અનુભવ વાંકાનેર: જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખ્યાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત થયેલી અને સરકારે એવી પણ જાહેરાત કરેલી કે, “પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી…

સમસ્ત કોળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે  માધાંતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માધાંતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ દ્વિતીય…

Content Copying Forbidden !!

error: Content is protected !!